નિપુણ ગુજરાત અભિયાનએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલું એક શૈક્ષણિક અભિયાન છે, જેનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાઓમાં બાળકોમાં પાયાની સાક્ષરતા, વાંચન, લેખન અને ગણિતીય કૌશલ્ય (સંખ્યાજ્ઞાન).........
મજબૂત કરવાનો છે.નિપુણ
ગુજરાત અભિયાન એ ભારત સરકારના નિપુણ ભારત મિશન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) સાથે સંકળાયેલું
રાજ્યસ્તરીય અભિયાન છે. આ અભિયાન વર્ષ ૨૦૨૬થી ૨૦૨૯ સુધી ત્રણ વર્ષ દરમિયાન
અમલમાં રહેશે.
બાલવાટિકાથી
ધોરણ-૫ સુધીના વિદ્યાર્થીઓને આવરી લેતું અભિયાન.
- પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ.
- શિક્ષકો, વાલીઓ અને સમાજની ભાગીદારી દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ.
- દરેક બાળકને નિપુણ બનાવવાનો રાજ્યવ્યાપી પ્રયાસ.
અભિયાનના મુખ્ય લક્ષ્યાંકો
|
વિષય |
હાલનો દર |
૨૦૨૯ સુધીનો લક્ષ્યાંક |
|
સાક્ષરતા (Literacy) |
૭૦% |
૮૦% |
|
સંખ્યા જ્ઞાન (Numeracy) |
૬૫% |
૭૫% |
બાળકોનું વર્ગીકરણ
બાળકોની શૈક્ષણિક પ્રગતિના આધારે તેમને નીચે મુજબ ત્રણ
શ્રેણીમાં વહેંચવામાં આવશે.
|
શ્રેણી |
પરિણામ |
|
ઉદયમાન |
૦% થી ૩૦% |
|
પ્રગતિશીલ |
૩૧% થી ૭૯% |
|
નિપુણ |
૮૦% કે તેથી વધુ |
આ વર્ગીકરણના આધારે દરેક બાળક માટે વ્યક્તિગત શિક્ષણ આયોજન કરવામાં આવશે જેથી દરેક બાળક નિપુણ સ્તર સુધી પહોંચી શકે.
મૂલ્યાંકનની પ્રક્રિયા
અભિયાન અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન બાળકોનું સતત મૂલ્યાંકન
કરવામાં આવશે.
§
બેઝલાઈન સર્વે (૧ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ)
§
મિડલાઈન મૂલ્યાંકન
§
એન્ડલાઈન મૂલ્યાંકન
§
૧૦% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન
§
AI
આધારિત
માઇક્રો લેવલ મોનિટરિંગ
બેઝલાઈન
સર્વે પછી ૫૫ દિવસનું ઉપચારાત્મક (Remedial) કેમ્પેન ચલાવવામાં આવશે જેથી નબળા
વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન મળી શકે.
શૈક્ષણિક સાહિત્ય અને
ટ્રેકિંગ
શિક્ષકો
અને વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારનું શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે.
§
ટ્રેકર
§
શિક્ષક માર્ગદર્શિકા
§
વર્કશીટ
§
પ્રગતિ માપવા માટેના ટેસ્ટ
§
વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સામગ્રી
દરેક
બાળકની પ્રગતિનો સતત રેકોર્ડ રાખવા માટે ટ્રેકિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.
કલર કોડિંગ સિસ્ટમ
|
ધોરણ |
કલર |
|
બાલવાટિકા / ધોરણ-૩ |
પીળો |
|
ધોરણ-૧ અને ધોરણ-૪ |
ગુલાબી |
|
ધોરણ-૨ અને ધોરણ-૫ |
લીલો |
વાલીઓ અને સમાજની ભાગીદારી
નિપુણ
ગુજરાત અભિયાનમાં માત્ર શિક્ષકો જ નહીં પરંતુ વાલીઓ અને સમગ્ર સમાજની સક્રિય
ભાગીદારીને પણ મહત્વ આપવામાં આવ્યું છે.
§
દરેક શાળામાં ૩ થી ૫ માતાઓનું "માતા
જૂથ" બનાવવામાં આવશે.
§
"મારું બાળક નિપુણ
બાળક" પહેલ દ્વારા વાલીઓને જોડવામાં આવશે.
§
શાળા અને વાલીઓ વચ્ચે સતત સંપર્ક રાખવામાં
આવશે.
પ્રોત્સાહન અને સન્માન
જે
શાળાના તમામ વિદ્યાર્થીઓ ૧૦માંથી ૮ કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરશે તે શાળાને "નિપુણ શાળા" તરીકે સન્માનિત કરવામાં
આવશે.
રાજ્યભરમાં
જનજાગૃતિ માટે નીચેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
§
નિપુણ ઉત્સવ
§
નિપુણ પખવાડિયું
§
વાર્તાવાચન કાર્યક્રમ
§
પપેટ શો
§
દેશી રમતો
§
વાલી સંમેલન
નિપુણ ગુજરાત અભિયાનના
મુખ્ય મુદ્દાઓ (સારાંશ)
|
મુદ્દો |
વિગત |
|
સમયગાળો |
૨૦૨૬ થી ૨૦૨૯ |
|
લાભાર્થી |
બાલવાટિકા થી ધોરણ-૫ |
|
મુખ્ય હેતુ |
FLN મજબૂત બનાવવું |
|
મૂલ્યાંકન |
બેઝલાઈન, મિડલાઈન, એન્ડલાઈન |
|
ઉપચારાત્મક અભ્યાસ |
૫૫ દિવસ |
|
મોનિટરિંગ |
AI આધારિત |
|
પ્રોત્સાહન |
નિપુણ શાળા સન્માન |
ગણિત સાહિત્ય :: નિપુણ
ગુજરાત PDF
ડાઉનલોડ
|
Sr. No |
નામ |
Action |
|
1 |
ગણિત FLN શિક્ષક માર્ગદર્શિકા |
|
|
2 |
ગણિત બેઝલાઇન સર્વે માર્ગદર્શિકા |
|
|
3 |
ગણિત લક્ષ્યાંકો બાલવાટિકા |
|
|
4 |
ગણિત લક્ષ્યાંકો ધોરણ 1 |
|
|
5 |
ગણિત લક્ષ્યાંકો ધોરણ 2 |
|
|
6 |
ગણિત ટ્રેકર્સ (બાલવાટિકા થી ધોરણ 2) |
|
|
7 |
ગણિત લક્ષ્યાંકો ધોરણ 3 |
|
|
8 |
ગણિત લક્ષ્યાંકો ધોરણ 4 |
|
|
9 |
ગણિત લક્ષ્યાંકો ધોરણ 5 |
|
|
10 |
ગણિત ટ્રેકર્સ ધોરણ 3 થી 5 |
|
|
11 |
ગણિત વર્કશીટ |
ગુજરાતી સાહિત્ય :: નિપુણ
ગુજરાત PDF
ડાઉનલોડ
|
Sr. No |
નામ |
Action |
|
1 |
ગુજરાતી FLN શિક્ષક માર્ગદર્શિકા |
|
|
2 |
ગુજરાતી બેઝલાઇન સર્વે માર્ગદર્શિકા |
|
|
3 |
ગુજરાતી લક્ષ્યાંકો બાલવાટિકા થી ધોરણ 2 |
|
|
4 |
ગુજરાતી ટ્રેકર્સ_બાલવાટિકા થી ધોરણ 2 |
|
|
5 |
ગુજરાતી લક્ષ્યાંકો ધોરણ 3 થી 5 |
|
|
6 |
ગુજરાતી ટ્રેકર્સ_ધોરણ 3 થી 5 |
|
|
7 |
ગુજરાતી વર્કશીટ |

No comments:
Post a Comment