"જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે"

ONLINE EDUCATION

કોરોનાની વિકટ પરિસ્થિતીને કારણે હાલના સમયમાં શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ બંધ છે ત્યારે આ સમય દરમિયાન બાળકોનું શિક્ષણ ના બગડે અને બાળકો ઘરે રહીને પણ શિક્ષણ સાથે જોડાયેલા રહે તે હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ટી.વી.ની ડી.ડી.ગિરનાર ચેનલ, યુટ્યુબ અને સોશિયલ મિડિયાના માધ્યમથી શિક્ષણ આપવાની શરુઆત ગયા વર્ષ થી કરવામા આવી છે તે વ્યવસ્થા હાલ પણ શરુ જ રાખવામા આવેલ છે. તા. ૧૦-૦૬-૨૦૨૧ થી નવા સત્રનું પ્રસારણ અહિં આપેલ લિંક દ્વારા નિહાળી શકશો.

જેના દ્વારા બાળકો રાજ્યના જે તે વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા ઘરે રહીને પણ શિક્ષણ સાથે જોડાયેલા રહે છે.

આ માટે લસકાણા પ્રા. શાળા દ્રારા પણ પ્રયાસ કરવામા આવ્યો છે. અહીંં આપ બીજા સત્રના તમામ વિષયના તા. ૧૦-૦૬-૨૦૨૧ થી લઇ ને આજ દિન સુધીના તમામ વિડિયો પ્રસારણ જોઇ શકો છો. 

Home learning started 10th june 2021on DD Girnar and Youtube Channel.

Watch Day 2 Day and standard wise video link 

Click here : ONLINE EDUCATION

No comments: